LBRY Block Explorer

LBRY Claims • speed-report-263

61e1d9e292482225fea803d6c91f46e82c8aff71

Published By
Created On
28 Jul 2019 23:47:47 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
Speed Report | આજ થી પાંચ દિવસ સુધી ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી.
#વરસાદઆગાહી2019ચોમાસુ #વરસાદઆગાહી #વરસાદઆગાહી2019 #ગુજરાત #સ્પિડરિપોર્ટ
આજ થી પાંચ દિવસ સુધી ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી
બંગાળની ખાડીનાં લો-પ્રેશર સર્જાતા ઉત્તર-પૂર્વીય મધ્યપ્રદેશની સાથે પૂર્વીય રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનીક સરક્યુલેશન ના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે, આગામી પાંચ દિવસ સુધી ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે, જ્યારે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, બંગાળની ખાડીના લો-પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોથી રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રીય થયુ છે અને છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સક્રીય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશનથી ભારે પવનો વચ્ચે દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદનું જોર પડશે, આગામી પાંચ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, તેમજ 28 જુલાઇથી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવોથી ભારે વરસાદ થશે,ત્યારે માછીમારો ને દરિયો ના ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે સાથે વિવિધ શહેરો માં NDRF ની ટિમો પણ તેનાત કરી દેવાંમાં આવી છે,
28 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે દાહોદ, મહિસાગર, પંચમ હાલ, વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને દમણમાં ભારે તેમજ મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.
29 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા તેમજ દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
30 જુલાઈ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ખેડા, નવસારી, વલસાડ અને દમણ તેમજ સોરાષ્ટ્રનાં સુરેન્દ્નનગર, દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર અને રાજકોટમાં ભારે વરસાદ જોવા મળશે
31 જુલાઇથી 1લી ઓગસ્ટ દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, વલસાડ, નવસાર, દમણ, મોરબી, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ ડાંગ અને દમણમાં મધ્યમથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે લોકો ને સાવચેત રહેવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
...
https://www.youtube.com/watch?v=Vhgv6tZH3Sc
Author
Content Type
Unspecified
video/mp4
Language
Unspecified
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
SEEPD
Controlling
VIDEO
BABA
VIDEO
SPEED
Controlling
VIDEO
SPEED
VIDEO
SPEED
VIDEO
SPEED
Controlling
VIDEO
LAWRE
VIDEO
SPEED
VIDEO
SPEED